શાળાની ઈમારત
અમારી શાળા શિક્ષણનું હબ ગણાતા વલ્લભ વિદ્યાનગરમાં આદ્યસ્થાપક ભાઈકાકા ના સ્ટેચ્યુ પાસે આવેલી છે. વલ્લભ વિદ્યાનગરની સ્થાપનાકાળની આ પ્રથમ શાળા છે. આ ઈમારત ૧૯૪૯ની સાલમાં રંગૂન સ્થિત ચા ના વેપારી એવા દાતાશ્રી ગોવિંદભાઈ જોરાભાઈ પટેલની સખાવત થી તૈયાર થઈ છે. જેનું ઉદ્દઘાટન વડોદરા રાજ્યના નેકનામદાર દિવાન અને મુંબઈ રાજ્યના જાહેર બાંધકામ ખાતાના ભુતપૂર્વ પ્રધાન ર્ડો. શ્રી જીવરાજભાઈ નારણદાસ મહેતાના હસ્તે થયેલ છે. શાળાનું મુખ્ય ધ્યેય સારા શિક્ષણની સાથે ઉત્તમ નાગરિકો તૈયાર કરવાનો છે. શાળામાં પ્રાથમિક વિભાગ (ધો.૬ થી ૮) અને માધ્યમિક વિભાગ (ધોરણ:- ૯ અને ૧૦) બંનેની જુદી જુદી ઈમારતો છે. આજના સમયની માંગને અનુસાર કોમ્પ્યુટર, ઈન્ટરનેટ અને દરેક પ્રકારની સુવિધાઓ થી સજ્જ છે.
શાળા કેમ્પસ વિષે
‘ગરવી ગુજરાત’ ની ધરતીનું હદય એટલે ‘ચરોતર’ ચારૂતર શબ્દ ને અપભ્રંશ થઈ જતી અટકાવી મૂળરૂપે પ્રગટ કરવાનું ઉન્નત કાર્ય કરવાનું નગર એટલે વિદ્યાનગર એમાંય આદ્યસ્થાપક સંવર્ધક અને સર્જક પૂ. ભાઈકાકા અને ભીખાભાઈ સાહેબ (‘ભાભી’ ના હુલામણા નામે પ્રખ્યાત બેલડી)ના સુભગ પ્રયત્નનું સુંદર પરિણામ તે ચારૂતર વિદ્યામંડળ!
દીકરીઓને કેન્દ્રસ્થાને રાખી કન્યા કેળવણી માટે પ્રતિબદ્ધ આ શાળા વલ્લભ વિદ્યાનગરની મધ્યમાં આવેલી છે. છેલ્લા 74 વર્ષથી શાળા પોતાની આગવી ઓળખ ધરાવે છે. વિદ્યાનગરના ભાઈકાકા સ્ટેચ્યુ નજીક ચારૂતર વિદ્યામંડળ સંચાલિત શાળાઓના કેમ્પર્સની મધ્યમાં આવેલી છે. ગો. જો. શારદા મંદિર ત્રણે બાજુ વિશાળ ગાર્ડન ધરાવે છે. જેથી કુદરતની વચ્ચે પ્રદૂષણમુક્ત શાંત વાતાવરણનો અનુભવ થાય છે.
શ્રી છોટુભાઈ સુથાર જેવા પ્રથમ કક્ષાના ખગોળશાસ્ત્રી આ શાળાના આચાર્ય રહી ચૂકેલા છે તો ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે પ્રગતિ કરનાર ર્ડો. સામ પિત્રોડા જેવી હસ્તી અને આંતરરાષ્ટ્રીય રાયફલ શુટર લજ્જા ગોસ્વામી ગો. જો. શારદા મંદિરના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ છે. તો શાળાના કેટલાક ભુતપૂર્વ વિદ્યાર્થીઓ સમાજને આજે તબીબી, શૈક્ષણિક અને સામાજિક સેવાઓ પૂરી પાડી રહેલા છે. એને નજર સમક્ષ રાખી શાળા પોતાનો કાર્યમાર્ગ નિયત કરીને તેને કાર્યાન્વિત કરે છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૦૭-૦૮ અને ૨૦૧૩-૧૪ અને ૨૦૨૦-૨૧ એમ ત્રણ વખત જિલ્લાની “શ્રેષ્ઠ શાળા એવોર્ડ વિજેતા”
શાળાના આચાર્યા રીટાબેન પટેલ “ શ્રેષ્ઠ શિક્ષક” રાજ્ય પરિતોષિક -૨૦૧૮ થી સન્માનિત
આણંદ જિલ્લાની “ શ્રેષ્ઠ સ્વચ્છ શાળા- ૨૦૧૭ એવોર્ડ વિજેતા”