PRINCIPAL'S MESSAGE


આચાર્યનો સંદેશ

પૂજય ભાઈકાકા અને ભીખાભાઈ સાહેબની આર્ષદ્રષ્ટિ, દીર્ઘદ્રષ્ટિ, સંવર્ધકદ્રષ્ટિ અને સર્જદ્રષ્ટિએ ચારૂતર વિદ્યામંડળનો પાયો નખાયો. આ સંસ્થાના સ્થાપક પછી આટલા વર્ષે જોઈએ છીએ તો સમદ્રષ્ટિ અને સર્વલક્ષી શિક્ષણ સંકુલોની હારમાળા નજરે આવી પડે છે. એમાં મૂળ સુણાવના વતની ગોવિંદભાઇ જોરાભાઈ પટેલની ઉદારતા અને ધગશથી એક વિદ્યાસંકુલનો 1 માર્ચ 1949ના રોજ ઉમેરો થયો. એ સંકુલ એટલે ચારૂતર વિદ્યામંડળની પ્રથમ શાળા ગો. જો. શારદા મંદિર.

હાલના પરિવર્તનના યુગમાં ભણેલી ગણેલી, સ્વાવલંબી સ્ત્રીના આર્થિક જગતમાં પ્રવેશ સાથે સમાજના, બહારના તેમજ પરિવારિક માળખામાં ફેરફાર આવ્યો છે, ત્યારે ભણતરની સાથે સાથે 21મી સદીના જરૂરી કૌશલ્યો, જીવન મૂલ્યો અને સામર્થ્ય વિકસે તે માટે શૈક્ષણિક પ્રવૃતિઓની સાથે સાથે વિદ્યાર્થી ઘડતરની ધોરી નસ સમાન સહ અભ્યાસ પ્રવૃતિઓનું શાળા દ્વારા કુશળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. કહેવાય છે કે “એક પુખ્ત ઉંમરની વ્યક્તિને સુધારવા કરતાં એક બાળકને સભાનતા પૂર્વક ઉછેરવું અનેક ગણી સારી બાબત છે.” ધોરણ : ૬ થી ૧૦ ની તરૂણાવસ્થામાં પ્રવેશેલી દીકરીઓના મન નાજુક છે ત્યારે સામે અનેક પ્રલોભનો અને પડકારો છે આવા સમયે વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું યોગ્ય ઘડતર કરી, વિવિધ મૂલ્યોનું સિંચન કરી તેમને સુદ્રઢ અને સમૃદ્ધ જીવન તરફ દોરવા સૌ શિક્ષક મિત્રો કટિબદ્ધતા અને પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહ્યા છે.

“આપણે આપણા સંતાનોને બે જ શાશ્વત બાબતોની ભેટ આપી શકીએ –એક તો ચારિત્ર્યના મૂળિયાં તથા સ્વપ્નો સાકાર કરવા પાંખો”

સ્વપ્નોમાંથી કર્મો ઉદ્દભવે છે અને કર્મો વળી પાછા નવા સ્વપ્નોને જન્મ આપે છે. શાળાને ત્રણ વખત “જિલ્લાની શ્રેષ્ઠ શાળા” નો એવોર્ડ મળેલ છે. તે જે સ્વપ્ન જોયેલું તેના તરફના કર્મનું ફળ છે. પરંતુ આ કર્મોને વધુ સુદ્રઢ બનાવી એક જ મિશન તરફ ગતિ આપી શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠતમ તરફથી યાત્રામાં શાળા આગળ વધે તેવું સ્વપ્ન અને લક્ષ્ય કેળવવામાં શાળાની આ સિદ્ધિઓની મહત્વની ભૂમિકા છે.

ચારૂતર વિદ્યામંડળના ચેરમેન એન્જિ. શ્રી ભીખુભાઈ બી. પટેલ સાહેબના સબળ નેતૃત્વ હેઠળ માર્ગદર્શન પ્રેરણા અને પ્રોત્સાહન મળતા રહ્યા છે. શાળા વિકાસ કરતી રહે તે હેતુથી સમયની માંગને અનુરૂપ સુવિધાઓ વધારતા રહેવાની તેઓની કર્મશૈલીને કારણે ઘણી સાનુકૂળતા રહે છે.

અમારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ એવા માનદ્દ સહમંત્રી ર્ડો.એસ. જી. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ શાલ સતત વિકસતી રહી છે. વિશ્વાસ કરતાં વધુ મોટું કશું જ નથી. જ્યાં વિશ્વાસ હાજર છે ત્યાં તત્ક્ષણ બધું સંભવ છે. ચારૂતર વિદ્યામંડળના મેનેજમેન્ટએ અમારા જે વિશ્વાસ મૂક્યો છે. તે બદલ આભાર વ્યક્ત કરું છું.