OUR VISION & MISSION


OUR VISION

  • >>     સમયની માંગ મુજબ વર્તમાન તથા ભવિષ્યના તમામ પડકારો સામે પોતાની બુદ્ધિ, આવડત, કોઠાસૂઝ અને કૌશલ્યોથી ટકી શકે તથા પ્રેમ, સહાનુભૂતિ, શિસ્ત, સહકાર, આદર, પર્યાવરણનું જતન જેવા વૈશ્વિક મૂલ્યોને આત્મસાત કરી સમગ્ર સમાજને વિકાસના પથ પર દોરી શકે તેવા જાગૃત અને જવાબદાર નાગરિકોનું નિર્માણ કરવું.


OUR MISISON

  • >>     પ્રત્યેક વિદ્યાર્થીનીની કલ્પનાશક્તિ અને સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન મળે તેવી પ્રવૃતિઓનું આયોજન કરી તેમાં દરેકને પ્રતિભાગી થવા પ્રોત્સાહીત કરવા જેથી તેઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલે.
  • >>     બાળકોના સર્વાગીણ વિકાસ માટે શાળામાં સલામત અને સુરક્ષિત વાતાવરણ વિકસાવવું કે જેથી બાળકો પોતાની જાતે શિક્ષણ પ્રવૃતિમાં નિર્ભયતાથી ભાગ લે.
  • >>     શાળાકીય શિક્ષણ દરમ્યાન એવા વ્યાવસાયિક કૌશલ્યો કેળવવા જેથી ભવિષ્યમાં સ્વમાનભેર પોતાનું જીવન જીવી શકે.
  • >>     વિદ્યાર્થીનીઓને એકવીસમી સદીના જરૂરી કૌશલ્યો અને ટેક્નોલૉજી ક્ષેત્રમાં જરૂરી માર્ગદર્શન આપવું અને તકો પૂરી પાડવી.
  • >>     વિદ્યાર્થીનીઓને એકવીસમી સદીના જરૂરી કૌશલ્યો કેળવવા અને ટેક્નોલૉજીનો ઉપયોગ કરવા શિક્ષકોને કટિબદ્ધ કરવા.
  • >>     શાળાકીય શિક્ષણ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખવા પ્રેરિત કરવી.


“શિક્ષકનું સાચા હ્રદયથી વાવેલું નિષ્ફળ જતું નથી, હા, ક્યારેક ઉગવામાં વાર લાગે, પરિણામ પ્રગટ ન હોય, પરંતુ અસર તો થાય જ શિક્ષક જીવનની આ જેવી તેવી સાર્થકતા નથી”
- મનસુખસલ્લા