શાળાની ઈમારત
વિદ્યાનગરની સ્થાપનાકાળની આ પ્રથમ શાળા છે.શાળાની ઈમારત 1949ની સાલમાં રંગૂન સ્થિત ચાના વેપારી એવા દાતા શ્રી ગોવિંદભાઈ જોરાભાઈ પટેલે દાનનો દીપ પ્રગટાવી તૈયાર કરેલ છે.જેનું ઉદ્દઘાટન વડોદરા રાજ્યના નેક નામદાર દિવાન અને મુંબઈ રાજ્યના જાહેર બાંધકામ ખાતાના ભૂતપૂર્વ પ્રધાન ડૉ.જીવરાજભાઈ નારણદાસ મહેતાના વરદ્દ હસ્તે થયેલ છે.દાતાના દાનની સરવાણીનો પ્રવાહ વહેતો જ રહ્યો છે.વર્ષ – 2015 – 16માં ગોવિંદભાઈ જોરાભાઈ પટેલના પુત્ર જયંતિભાઈ ગોવિંદભાઈ પટેલ તરફથી પ્રાથમિક વિભાગના નવા બિલ્ડીંગ માટે 51,00,000 (51 લાખ) રૂ.નું માતબર દાન મળેલ છે.Read more...
“શિક્ષકનું સાચા હ્રદયથી વાવેલું નિષ્ફળ જતું નથી, હા, ક્યારેક ઉગવામાં વાર લાગે, પરિણામ પ્રગટ ન હોય, પરંતુ અસર તો થાય જ શિક્ષક જીવનની આ જેવી તેવી સાર્થકતા નથી” - મનસુખસલ્લા