આચાર્યનો સંદેશ
કોમલ હૈ કમજોર નહીં
શક્તિ કા નામ હૈ નારી
અમારી આ કન્યાશાળાની દીકરીઓ માટે કહું તો
સ્નેહનો અમને મળ્યો છે, સુગંધી દરિયો,
વ્હાલમાં કેવો ભળ્યો છે, મલકાતો દરિયો
શિક્ષણમાં સૌથી મહત્વની વાત બાબત હોય તો તે છે વિદ્યાર્થિનીઓમાં આપણે કરી શકીએ છીએનો પડકાર ઉભો કરવાની
બાકર બચ્ચા લાખ, લાખે બિચારા,
સિંહણ બચ્ચું એક, એકે હજારા
દીકરીઓને આધુનિક યુગમાં સક્ષમ બનાવવા તેમના આંતરિક મૂલ્યો જેવા કે શિસ્ત,સાહસ,સંસ્કૃતિ,સહનશીલતાને વિકસાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. આવી દીકરીઓને સુરક્ષિત કરી તેમના ચારિત્ર્યનું ઘડતર કરવા માટે શાળાના સૌ શિક્ષકમિત્રો કટિબદ્ધ છે.
ચારૂતર વિદ્યામંડળના તમામ હોદ્દેદારોના માર્ગદર્શન અને પ્રેરણા અમારા પ્રયત્નોને બળ પૂરું પાડે છે તથા સતત અમારામાં ઉર્જાનો સંચાર કરે છે તે બદલ આભારની લાગણી વ્યક્ત કરું છું.