ABOUT SCHOOL


શાળાની ઈમારત

વિદ્યાનગરની સ્થાપનાકાળની આ પ્રથમ શાળા છે.શાળાની ઈમારત 1949ની સાલમાં રંગૂન સ્થિત ચાના વેપારી એવા દાતા શ્રી ગોવિંદભાઈ જોરાભાઈ પટેલે દાનનો દીપ પ્રગટાવી તૈયાર કરેલ છે.જેનું ઉદ્દઘાટન વડોદરા રાજ્યના નેક નામદાર દિવાન અને મુંબઈ રાજ્યના જાહેર બાંધકામ ખાતાના ભૂતપૂર્વ પ્રધાન ડૉ.જીવરાજભાઈ નારણદાસ મહેતાના વરદ્દ હસ્તે થયેલ છે.દાતાના દાનની સરવાણીનો પ્રવાહ વહેતો જ રહ્યો છે.વર્ષ – 2015 – 16માં ગોવિંદભાઈ જોરાભાઈ પટેલના પુત્ર જયંતિભાઈ ગોવિંદભાઈ પટેલ તરફથી પ્રાથમિક વિભાગના નવા બિલ્ડીંગ માટે 51,00,000 (51 લાખ) રૂ.નું માતબર દાન મળેલ છે.

શાળા કેમ્પસ વિષે
દીકરીઓમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરતી ચારૂતર વિદ્યામંડળ સંચાલિત ગો.જો.શારદા મંદિર,પ્રાથમિક વિભાગ,વલ્લભ વિદ્યાનગરની મધ્યમાં આવેલી વિશિષ્ટ ઓળખ ધરાવતી શાળા છે.વિદ્યાનગરમાં ભાઈકાકા સ્ટેચ્યુ નજીક ચારૂતર વિદ્યામંડળ સંચાલિત એમ.એસ.મિસ્ત્રી દ્વિભાષી શાળા અને એમ.યુ.પટેલ ટેકનિકલ હાઇસ્કૂલની મધ્યમાં આવેલી છે.શાળામાં ધોરણ 6 થી 8 ના કુલ 6 વર્ગો છે.

શાળામાં પ્રવેશ કરતાં જ વિશાળ મેદાન છે.મેદાનમાં એક બાજુ ઔષધિય વૃક્ષોનું વાવેતર કરેલ છે.સાયકલ સ્ટેન્ડ તથા વિદ્યાર્થિનીઓને બેસવા માટેના બાંકડા છે.સુંદર,કુદરતી અને સાથે સુરક્ષિત કેમ્પસમાં ભણાવવાનું દીકરીઓના વાલીની પ્રથમ પસંદગી રહે છે.